Category: Spiritual Insights
Tags: faithphilosophyprayerservicespirituality
Entities: Govardhan HillGurudayal MalikGurudev TagoreKrishnaVaishnav tradition
00:00
હું તો રોજે જ જાઉં જ્યારે પણ જાઉં ઈશ્વર પાસે તો માગુ જ છું હું એના પર એવું રાખીને નથી બેસતો કે એને યાદ રહેશે ને કરશે એને બિચારાના આટલા બધા કામ હોય આટલી
00:16
ફાઈલો એની પાસે પડી હોય આપણી ક્યાંક પાછી ટલ્લે ચડી જાય એના કરતાં આપણું કામ રિમાઈન્ડરનું આપણે એને કહેવાનું પેલું યાદ છે ને મારું બાકી છે તે બિચારો પાછો એટલું એ કે હા હા તારું બાકી છે લાય લાય એની ફાઈલ આગળ લાવ ત્યાં વળી કોક મારા કરતાં વધારે મજબૂત આવી જાય તો આપણી બાજુમાં જાય
00:32
એટલે માંગતા હો ઠાકોરજી પાસે જઈને તો મૂંઝાતા નહીં માંગજો એ એટલો વ્યસ્ત છે તે આપણે થોડીક જવાબદારી માંગવા જેટલી તો કરીએ હા ના તો પછી એ કરશે એટલે હું તો માગુ છું આટલા બધા છોકરા એના હોય તો બાપને બિચારાને મૂંઝવણ તો થાય ને કે હવે આજે એક છોકરા
00:48
માટે ચોકલેટ લાવ્યો કાલ પેલા માટે સ્લેટ લાવવાની છે પેલો ચોપડી માંગે છે બધું એને ક્યાંથી યાદ રહે એટલે કરાવજો યાદ મને કાંઈ ચિંતા નથી પણ વાત પેલી પોતા ને ભૂલવા વાળી છે એ બહુ રસપ્રદ છે શાંતિનિકેતનમાં વિદાય
01:06
સમારંભ ચાલતો હતો અને ગુરુદયાલ મલિક અને ગુરુદેવ ટાગોર બે જણા બેઠા હતા અને છોકરાઓ વિદાય લેતા હતા એટલે જતાં જતાં પોતાના ગુરુજનોના ઓટોગ્રાફ માંગતા હશે એટલે એક છોકરાએ આવીને ગુરુદયાલ મલિકને કીધું કે
01:21
મને ઓટોગ્રાફ આપોને એટલે ગુરુદયાલ મલિકે એની ડાયરીમાં એવું લખ્યું કે નો ધાય સેલ્ફ તારી જાતને જાણ પછી એ દીકરો રમતો રમતો આગળ ગયો અને
01:38
ગુરુદેવ પાસે ગયો ટાગોર પાસે ટાગોરે આમ જોયું પાનું અને વાંચ્યું નો ધાય સેલ્ફ એટલે ગુરુદેવે એના બાજુના પાના ઉપર લખ્યું ફોરગેટ ધાય સેલ્ફ આ બંને તબક્કા છે અને બંને મહત્વના
01:54
છે પહેલા જાતને જાણ અને જાણી લીધા પછી જાતને ભૂલી પડે પણ જા જાણ્યા વગર ભૂલી જશો તો પણ કાંઈ નહીં વળે અને જાણી લીધા પછી ભૂલી નથી શકતા તોય કાંઈ નહીં વળે એટલે
02:10
બંને તબક્કામાંથી પસાર થવું એનું નામ જ જીવન છે કોઈ આત્યંતિક નિર્ણય લઈ લેવાથી કાંઈ ન થાય હું પાણી છોડી દઉં હું એમ કહું કે મારું પેલું કરી દેશો તો આ આજથી બંધ કરી દઉં એવું બધું ત્રાગા કરો તો એ તમારા મનના સંતોષ ખાતર ઠીક છે પેલાને એનું કાંઈ
02:28
એવું સ્મૃતિમય રહેતું નથી કારણ કે બિચારાએ નક્કી કર્યું હતું અને હજુ આપ્યું નથી મેં ત્યાં ઘણા દિવસથી આઈસ્ક્રીમ છોડી દીધો છે અને ખાવા માંડશે જેવું હું હા પાડીશ એટલે આવા બધા પોતાના મનના સંતોષ ખાતર કાંઈ કરો પ્રયોગો તો વાંધો નથી એ એવું બધું હિસાબી
02:44
નથી એ હું કરવા નથી બેઠો ત્યાં એને એને બીજા હજાર કામ છે એટલે બને ત્યાં સુધી એને આવા સ્ટ્રેસમાં નાખતા જ નહીં આપણને જેટલું જોતું હોય એટલું આપણે માંગીને ઊભા થવાનું અને પછી વૈષ્ણવો તો પાછા ઠાકોરજીની પૂજા નથી કરતા એ તો સેવા કરે છે
03:00
સેવક નો જે ભાવ છે ને આ પુષ્ટિમાર્ગની અદભુત વાત છે સેવા પૂજા એવો શબ્દ છે બીજા પરંપરાની જે રીતો છે એમાં પૂજન છે અને વૈષ્ણવ છે એ સેવા કરે છે જે સેવક છે એ એવી
03:16
બધી માંગણી ન મૂકે એને બરોબર ખબર હોય કે આ થાય એટલું કરી લઈએ તો ઘણું છે અને પછી બાકી તો જે એનામય થઈ ગયું છે ને એને તો એટલા બધા ઉત્સવો છે ઠાકોરજીનો તો રોજ એ તો નિત્ય ઉત્સવનો જીવ છે એની તો સવાર પડે ત્યાંથી માંડીને રાત સુધીમાં એટલા બધા એના
03:33
શણગાર ને ભોજનને કેટલા મજા મજા મજા વૈષ્ણવભાઈ એકદમ એ અમથા સમૃદ્ધ નથી થયા કારણ કે એ ભગવાન એનો શ્રીનાથ છે હવે એને જે શોખ છે એ પૂરા પાડવા હોય આપણે એના સેવક તરીકે તો આપણે એને જ આપણને કંઈક તો આપવું
03:50
જ હોય ને તો જ આપણે એને માટે કરી શકીએ એને રોજ વાઘા બદલવા હોય તો આપણે ક્યાંથી એને આપવા તો પડે ને હવે એને આપતો હોય તો ભેગા આપણા થોડા આપે ક્યા બાત આ તો પહેલી વાત મને ખબર પડી એટલે ઠાકોરજી બહુ કૃપાળુ છે એના તરફ એવી એવી રીતે ન જો માત્ર મેં
04:06
કીધું શ્રદ્ધાનો મૂળ પેલો પોતાના હુંકારને ભૂલીને પેલું જેમ નરસૈયાએ ગાયું છે કે ગાડા નીચે કૂતરું ચાલતું હોય ને હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જમ શાન તાણે આ આખું તંત્ર હું જ ચલાવું છું એવું માનીએ તો ન થાય ઠાકોરજીએ તો એનું નામ જ
04:23
કેવું સરસ ગિરિરાજ ધારણ એમ રાખ્યું છે આખો ગોવર્ધન એને ટચલી આંગળીઓ ઉપાડી લીધેલો પણ પેલા આજુબાજુ હતા એ ગોપ બાળાઓને એમ થયું કે આવડો નાનો છોકરો છે અને આપણે પણ કંઈક ટેકો કરીએ એટલે બધાએ લાકડીઓ અડાડી
04:38
પરમાત્માના કામમાં ટેકો તો કરવો પડે બધું જે કરે એવું ન કરાય આપણે આપણા તરફથી શક્ય એટલું કરવું જોઈએ હવે જેને ટેકો કર્યો ને એમણે ટેકો કર્યા પછી એવો વિચાર આવ્યો કે આ આપણા ટેકાથી ટક્યો છે એટલે ઠાકોરજીએ સહેજ આંગળી નીચી કરી અને
04:56
સત્ય સમજાઈ ગયું બધાને કે કોણે ઊંચક્યો છે પણ એનો ટેકો ન કરવો પ્રયત્ન કરવો આપણાથી જે કંઈ શક્ય હોય એ શ્રદ્ધા રાખીને કરવો તો એનું પરિણામ સુંદર જ આવે એક જાણીતું ઉદાહરણ છે કે એક ઠેકાણે સુફી સંત એમના વિદ્યાર્થીઓ
05:13
સાથે પસાર થતા હતા અને કોઈ એક માણસ ખેતરમાં ખાડા ખોદતો હતો કંઈક ત્રણ ચાર પાંચ ફૂટ ખોદે પછી પાછો આગળ જઈને વળી ચાર પાંચ ફૂટ ખોદે વળી એક ઠેકાણે બે ત્રણ ફૂટ ખોદે એટલે કોઈએ એને પેલા શિષ્યોએ પૂછ્યું કે આ શું કરે છે તો ગુરુ કે પાણી શોધે
05:29
શોધે છે તો કે પણ તો પછી આ આટલા ખાડા કરે તો પાણી નીકળતું કેમ નથી ગુરુ કે પાણી તો છે જ એ આજે પાંચ પાંચ ફૂટના પાંચ ખોદ્યા ને એને બદલે એને એક જ ઠેકાણે 25 ફૂટ ખોદવાનું હતું કોઈ એક
05:46
ઠેકાણે સીધી સતત સાધના જો કરી હોય ને તો પ્રાપ્તિ છે જ છે એક સાધ સબ સધે ને સબ સાધ સબ જાય બધું પકડવા જાવ તો કશું હાથમાં ન આવે એક ઠેકાણે ઊંડા ઉતરો તો એને વ્યવસ્થા
06:01
કરી જ છે તરસ છીપાય એવા જલની પણ આપણે ઊંડા નથી ઉતરવું અને થોડી જ વારમાં શ્રદ્ધા ટકી જાય છે તરત પત કે અહીં નહીં હોય પછી આમ જાવું પછી બીજું કરું ત્રીજું કરું આવા પ્રયત્નો છોડી દઈએ અને કોઈ એક એવી જગ્યા
06:17
હું તો હંમેશા મારા પપ્પાએ હંમેશા કહેતા શ્રદ્ધા છે ને એ ખેંટી જેવી છે દરેકને એક ખીંટી જોઈએ છે આપણી ચિંતાઓ કોકને તો ટીંગાડવી પડે ને આપણે જેમ રઈસ કે છે એમ રાત્રે પછી જપીને સુઈ જવું હોય શાંતિથી તો આટલો સાક્ષી ભાવ કેળવી શકતો હોય કે આ રહીશ
06:33
એ રહીશ નથી તો તો ઉત્તમ છે પણ આપણે દુનિયાવી માણસ આપણાથી તેવું થઈ ન શકે એટલે આપણે એમ કહેવું પડે કે ભાઈ આ મારી ચિંતા છે અને આ કીટી તારી એના પર ટીંગાડી મને ખબર છે કે સવારે મારે પાછી ઓઢી જ લેવાની છે એ કાંઈ કોઈ આખો દિવસ ત્યાં ત્યાં રહે
06:51
નહીં મારી ચિંતા મારે અને મારી ચિંતા તું કરે છે એવી એક મારી શ્રદ્ધા છે એટલે ભવિષ્યમાં પાર પડશે એટલે જ્યાં હોઈએ ને ત્યાં એને જે આપ્યું છે તેને મનથી પ્રસન્નતાથી આનંદવું એને કેમ આટલા બધી
07:07
વસ્તુઓમાંથી પ્રસાદ તરીકે માખણ જ કેમ પસંદ કર્યું એ કંઈક હા ગોપ બાળોની સાથે ઉછર્યા ગોવાળ હતા એટલે ઘરમાં દૂધ ઘી માખણ એમ એના મનમાં હોય એવું નથી માખણ એમને એમ નથી આવતું એ મથીને આવે છે એ મંથનમાંથી મળે છે
07:25
દોહનમાંથી મળે છે એને પ્રસાદ તરીકે એવું પસંદ કર્યું કે જેમાં તમારે પણ કંઈ મથવું પડ્યું હોય જેમાં તમને મહેનત પડે એ એટલે તો આખી ગીતામાં એને કહ્યું કર્મનો આટલો મહિમા કર્યો કે એમ નહીં ચાલે તારે તારા તરફથી પુરુષાર્થ તો કરવો જ પડશે અને પછી
07:42
એને જોયું કે આ પછી પણ હજુ મન પહેલાનું ખેંટી જ શોધ્યા કરતું હતું અર્જુનનું એટલે એને પછી ધીરે ધીરે કીધું સર્વ ધર્માન પરિત્યજે મામેકમ શરણમ વ્રજ મારી પાસે આવતો રે તારા બધા પ્રશ્નો ઉકેલી દઈશ હવે એ એ આપતા પહેલા એને કર્મ અને જ્ઞાનની વાત કરી
08:00
જો તમે હે કૃષ્ણ તવાસ્મી હું તારો છું જેવો છું તેવો એમ કહી દો તો પછી એ બાકીનું સંભાળી જ લેતો હોય છે શ્રીકૃષ્ણ શરણમ મમ અમથો મહામંત્ર નથી પણ એ હોઠેથી બોલી દેવાનું નથી એ ભીતર અનુભવવાનો છે હું તારા
08:18
શરણમાં છું એટલે પૂર્ણ ન્યોછાવરી પુષ્ટિમાર્ગ જે કહે છે તે પુષ્ટિમાર્ગની મજા જ એ છે કે ભક્તિથી જે પુષ્ટ છે તે એવી ન્યોછાવરી હોય એવું સમર્પણ હોય તો ઠાકોરજી બેઠા જ છે બાકીની ચિંતા કરવા માટે આપણે તો
08:35
જાણીએ છીએ કે જે વૈષ્ણવ પરંપરામાં પૂજા માટે જે ઘેર છે ને એ તો નાનો લાલો છે એ તો સાવ નાનકડો છે એના પર આટલું બધું ન નાખી દેવાય આપણાથી એને તો નમાડાય સરસ સરસ નવડાવાય સારા સારા લુગડા પહેરાવાય મીઠું મીઠું ખાવાનું ખવડાવાય ગીતો ગાવા જોઈએ એની
08:52
જોડે રાસ સુધી બરોબર છે પણ ત્રાસ ન વિતાડાય એના પર એટલા નાના રૂપે એ ઘેર આવ્યો છે આપણા તો આપણને ખબર હોવી જોઈએ બાળક સાથે કામ પાડતા હોય એવી રીતે જ્યારે કેટલાક ભાવક ભાવુકતાથી સરસ રીતે ઠાકોરજી
09:07
સાથે વર્તે છે ને એનું એ સાંભળે છે એટલે બહુ મેં કીધું એમ અમે કંઈ તમને એવું જ્ઞાન તો ન આપી દઈ શકીએ કે શ્રદ્ધા ડગે નહીં તમારી શ્રદ્ધા તો પડે પડે ડગે જ છે એવો સમય છે મેં આવતા પહેલા એમ થોડુંક શોધ્યું
09:24
કે આ બે શબ્દો છે એ સરખા હોવાનો ભ્રમ સર્જે છે શ્રદ્ધા અને વિશ્વાસ પણ એ બે સરખા સમાનાર્થી નથી નથી તુલસીદાસજીએ તો કીધું છે કે શિવ અને
09:39
પાર્વતી એ શ્રદ્ધા અને વિશ્વાસ રૂપે છે એ યુગ્મ એવું છે એટલે એમાં પણ શ્રદ્ધા અને વિશ્વાસને જુદા કર્યા છે વિશ્વાસ કેળવી શકાય શ્રદ્ધા જન્મે શ્રદ્ધાને જન્મવા માટેનું કોઈ કારણ
09:55
પરમ તત્વ પૂરું પાડે અને શ્રદ્ધા જન્મે વિશ્વાસ કેળવાય હું ભવાનીસિંહ જોડે ગાડીમાં આવ્યો અહીંયા સુધી ત્યાં સુધી જાગ્રત રહું વળતા હું આરામથી સુઈ જવાનું કારણ કે એમણે વિશ્વાસ કેળવી લીધો મારો કે એ સરસ ચલાવે છે એટલે હવે વાંધો નહીં હું
10:12
બેસું ત્યારે જ એવી શ્રદ્ધાથી જ બેસી જઉં કે સરસ જ ચલાવશે એવું ન બને અમને લાંબા પ્રવાસ વાળાને એવી ટેવે હોય કે થોડુંક થોડીક વાર આમ જોઈ તો લઈએ કે બરોબર છે બરોબર છે એટલે એ વિશ્વાસ કેળવવો પડે શ્રદ્ધા એની જાતે જન્મે એવી શ્રદ્ધા જો એક
10:28
વખત જાગી જાય ને જે આજે આપણો મૂળ વિષય છે અને એ શ્રદ્ધા જો જાગશે તો કશાના બીજાના ટેકાની જરૂર નથી ટેકાથી સરકારો ટકે ભક્તો નો ટકે ભક્તને તો ભીતર જ એ ભગવો લેરે કે આ
10:44
બેઠો છે મારે ચિંતાની એવી જરૂર નથી પણ મારાથી બનતું હું કરીશ ચોક્કસ એટલું કરો મારી શ્રદ્ધા એવી રીતે દ્રઢ થઈ છે મેં કંઈ બહુ મોટા ચમત્કારો જોયા નથી મેં ઈશ્વરને મારી પાસેથી મારી માને પાછી લઈ લેતા જોઈ
11:00
છે પણ વયના કયા મુકામ પર તમે છો ને એના આધારે તમારો શ્રદ્ધા વિશેનો ખ્યાલ બદલાય આપણે કિશોર વયમાં હોઈએ યુવા વયમાં હોઈએ ત્યારે આપણી પાસે આપણી પ્રાયોરિટી આપણા અગ્રતા ક્રમમાં બીજા ઘણા કામો હોય છે
11:16
એટલે એમાં આવી રીતે માનું ચાલ્યા જવું એટલું બધું પીડાદાયી નહોતું લાગતું કારણ કે મારે તો એટલી બધી બીજી વ્યસ્તતાઓ મનમાં હતી મારી તો હજુ જીવન શરૂ થતું હતું અને માં ચાલી ગઈ તો એને પકડીને હવે બેસી રહેવા જેવું એ વખતે તો નહોતું લાગ્યું હવે જે
11:31
મુકામ પર છું એ વયે ચોક્કસ એની ગેરહાજરી પડે પડે અનુભવાય છે તો હવે એ નથી સ્થૂળ અર્થમાં મને એમ થાય કે એ કરાંચીમાં રહેતી હતી તો એ સ્કૂલમાં ઘોડાગાડીમાં બેસીને ભણવા જતી એટલી સંપન્ન સ્થિતિમાં એ હતી અને
11:48
અહીંયા આવીને અમારી અમદાવાદની સીટી લાલ બસમાં એની જિંદગી પૂરી થઈ ગઈ હવે બધા છોકરા પાસે ગાડી છે તો ક્યારેક ઈશ્વરના આયોજનમાં આમ પણ બને એમાં ઈશ્વરનો વાંક કાઢવા નો અર્થ નથી હવે મારી પાસે જે કઈ એની થોડીક સ્મૃતિ છે એ સ્મૃતિને હું
12:05
મમળાવ્યા કરું છું અને મને એ બહુ દૂર લાગતી નથી એમ લાગે છે કે આસપાસમાં જ છે તો એવી જ રીતે તમે પણ પરમ તત્વને તમારી નિકટ અનુભવો તમારા દૈનિક જીવનની જે કંઈ જવાબદારીઓ છે એમાં તો રોજ બધું 19-20
12:21
કરવું જ પડે આજે કંઈક મંદિરમાં જઈને હાથ જોડીએ અને કંઈક બે પૈસા દાન આપીએ એનો અર્થ એવો નથી કે પછી ગલ્લા ઉપર જઈને પણ એટલી જ પ્રામાણિકતા દેખાડીએ કારણ કે ગલ્લો ભરાશે તો ઠાકોરજીની પાછી વધારે સેવા થશે એટલે આમ તો આમ શું છે આ ગિલ્ટ માંથી બહાર નીકળવાની
12:38
જ પ્રવૃત્તિ છે ને આપણને જે કંઈ છે મનમાં કે આ ઠીક ઓલું જે કર્યું હતું હિસાબે બરોબર નહોતો પણ હવે એમાં જે આવ્યું એનું શું કરવું તો એમ થાય કે થોડુંક તો હું રાખું ઠાકોરજી તો કઈ જોવાનું નથી પણ થોડુંક એ રીતે ઉપયોગમાં એના લઈ લઉં તો એવા
12:54
આપણે દુનિયાવી માણસો છીએ કે અહીંથી અમે બે જણા બોલીને મારા વાળ ધોળાને દાઢીને આ બે તો સંસારી પાકી છે એટલે એમ કઈ અહીંથી બહાર નીકળીને તમે બાવા થઈ જાવ એવું બનવાનું નથી એટલે અને ઠાકોરજી તો ક્યાંય કોઈને બાવા બનવાનું કહેતા જ નથી એ તો એ તો છપ્પન
13:10
ભોગનો જમનારો છે અને 56 વસ્તુ ચાખીએ તોય પેટ ભરાઈ જાય એટલે આનંદ કરજો અમારી બધી વાતો જરાક થોડીક ગંભીર થઈ જાય તો એવું ન માનતા કે હારું આપણું બધું એડાઈ ગયું હવને
13:25
સૌના ભાગનું મળી જ જાય છે અસ્તિત્વનો એ મહિમા છે વ્યક્તિત્વનો મહિમા છે આ વ્યક્તિત્વ રહીશ વણિયાર એવું કેળવવા માટે આટલા વર્ષો ગાયા છે તો એ નકામા નથી જયને જય વસાવડા એવી ઓળખ અમથી નથી એ ઓળખ એટલી જ
13:42
અગત્યની છે એમાંથી નીકળી જવું એવી સ્થિતિ ઉપર જ્યારે પહોંચી જઈએ ત્યારે તો બધી અહીં આવી જ નહીં આમાંથી બહાર નીકળી જવા જેટલી જો આવી જાય ભીતર સમજણ કે આ બધું આ અહીં પહોંચ્યા પછી બસ એટલું સમજાય છે કોઈ કંઈ કરતું નથી
13:59
આ બધું તો થાય છે એવું રાજેન્દ્ર શુક્લાએ કીધું છે એવું સમજાઈ જાય તો તો જુદી જ વસ્તુ છે મિસ્કીન સાહેબ કહે છે કે તારું કશું ન હોય તો છોડી બતાવતું અને તારું બધું જ હોય તો છોડીને આવતું આપણે વચ્ચે મધ્યમમાં રહી અને
14:16
પરમાત્માને યાદ કરીએ એ જ સારું